Transcendence

યોગીજી મહારાજ ની બોધકથા : “હીરો ઘોઘે જઈ આવ્યા”



યોગીજી મહારાજ ની બોધકથા

       એ અલમસ્ત જોગી એ જ ગુણાતીત અને એ જ બ્રહ્મસ્વરૂપ પ્રતિમા બ્રહ્મસ્વરૂપ યોગીબાપા ને હમેંશા ભજન નો પક્ષ.
      ગોંડલ મંદિર ના કોઠારી તરીકે  એમણે કાર્યભાર ગુરુ શાસ્ત્રીજી મહારાજ ની આજ્ઞા એ સંભાળ્યો પણ રતીભાર પણ ભજન કે હરિ નો પક્ષ મોળો ન થયો. આને કહેવાય અખંડ વૃતિ..! દુનિયાભર ના વહીવટી- ભૌતિક કે સંસારિક કાર્યો વચ્ચે પણ એક હરિ માં જ જીવ ને જોડી રાખવો. એક ભગવાન ને જ પ્રાધાન્ય આપવું. એ જ ગુણાતીત પણું. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ.



       યોગીબાપા ની એ જ વિશેષતા કે નાની રસપ્રદ રમુજી વાર્તા ઓમાં ગહન તત્વજ્ઞાનના પાઠ ભક્તોને સંતોને ભણાવતા તો આ જ પથ માં આગળ વધીએ એક નવી વાર્તા સાથે.


“હીરો ઘોઘે જઈ આવ્યા”


            ભાવનગર એટલે ભાવનગરી મોટું નગર અને રાજા-રજવાડા ઓ નું રાજ એમાં એક હીરો ભગત કરી ને ભલો-ભોળો સામાન્ય મનુષ્ય રહેતો હતો જીવન નિર્વાહ માટે એક વણિક શેઠ ને ત્યાં નોકરી કરતો હતો. શેઠ કહે એટલું જ કરવાનું પોતાની આગવી બુદ્ધિ નો સહેજ પણ ઉપયોગ નહિ કરવાનો.
  
              એક વાર  સાંજ ના સમયે દુકાન બંધ કરતા શેઠે  હીરા ને કહ્યું કે, "હીરા કાલે સવારે ઘોઘા બંદરે જવાનું છે", તો હીરો ભગત કહે, "સારું" પણ એ પૂછવાનું ભૂલી ગયો કે કેમ?  શા માટે જવાનું છે? અને સવાર પડી કે શેઠ ને પૂછ્યા વગર મળ્યા વગર હીરો તો ઘોઘે બંદર પહોંચી ગયો, પણ પહોંચ્યા પછી ખબર પડી કે અહિયાં કરવા નું શું? એ તો પૂછ્યું જ નથી? હવે કરવું શું?

                હીરા ભગત તો ગભરાઈ ગયા. શેઠ ને શું જવાબ આપશું.?  તો છેવટે કશું ન સુઝતા  એક ઝાડ નું પાંદડું તોડી ને સાથે લીધું અને ભાવનગર પાછા ફર્યા.!

શેઠ તો અહિયાં ચિંતા માં કે હીરા ભગત ક્યાં ગયા? માણસો દોડાવ્યા..તપાસ કરાવડાવી પણ કઈ અત્તોપત્તો ન મળ્યો અને છેવટે હીરો સ્વયમ શેઠ ને મળ્યો ને શેઠે પૂછ્યું, તો આ બધુ જાણવા મળ્યું ઝાડ નું પાંદડું શેઠ ના હાથમાં આપતાં હીરા ભગત બોલ્યા શેઠ, "હું કઈ ખાલી હાથે નથી આવ્યો આ પાંદડું લાવ્યો છું"

                શેઠ માથું ફૂટતા બોલ્યા " લ્યો કરો વાત હીરો ઘોઘે જઈ આવ્યા.!!"

સાર

         ખુબ ઊંડું વિચારો તો ખબર પડે કે આપણે બધા લગભગ ૯૯% લોકો હીરા ભગત જેવા જ છીએ. મનુષ્ય જન્મ તો લીધો મળી ગયો પણ જીવન નું ધ્યેય શું? કોને ખબર? રમવું-ભણવું-લગ્ન કરવા-સંસાર માંડવો- ભોગવવો- અને મરી જવું એટલું જ? બસ- ધ્યેય ની ખબર નથી અને ઘોઘે દોડ્યા છીએ. જીવન માં ધ્યેય સ્પષ્ટ જોઈ. અધ્યાત્મ ની ભાષા માં બ્રહ્મ ની ભાષા માં કહું તો "एकमेव ध्येयो नारायणोहरि:"  એક ભગવાન જ જીવન નો ધ્યેય હોવો જોઈએ. કારણ કે અખંડ- શાશ્વત સુખ અને શાંતિ- બાહ્ય જગમાં નહિ પણ ભગવાન માં જ છે.
              આ સત્ય આજે સમજો તો એ કાલે સમજો તો એ કે અનંત જન્મે સમજો તો એ સમજ્યે જ છૂટકો છે એ સીવાય છૂટકો જ નથી.
"પૂછતાં નર સદા સુખી" એમ જો આપણ ને આપણું ગંતવ્ય કે કાર્ય ખબર ન હોય તો કોઈ જાણકાર ને પૂછવું. ભલે ને આ કોઈ રસ્તા ની વાત હોય કે અધ્યાત્મ માં કલ્યાણ ની વાત માર્ગદર્શક વગર માર્ગ જ નથી. ધ્યેય જ નથી.

            જીવન માં ધ્યેય સપષ્ટ જોઈએ સાથે સાથે કર્મ ના માર્ગ તાત્પર્ય અર્થ પણ સ્પષ્ટ જોઈએ કાર્ય કરો પણ પોતાની આગવી બુદ્ધિ નો ઉપયોગ કરી ને મૂઢ મતિ થઇ ને "Boss is always right" પકડી નહિ રાખવા નું ઘેટા ની જેમ સો વર્ષ જીવવા કરતા સિંહ ની જેમ ૧૦ વર્ષ જીવવા સારા.

       બસ- વાંચતા રહેજો સમજતા રહેજો કારણ કે "સખી સમજણ માં ઘણું સુખ છે જી".

Source: Raj Mistry

Comments

amazon

Popular Posts