Transcendence

કેમ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો ડુંગળી લસણ નથી ખાતા?

ભગવાન સ્વામિનારાયણએ શિક્ષપત્રીમાં લખ્યું છે કે અમારા સત્સંગીએ ડુંગળી લસણનો ત્યાગ કરવો.

Do not eat onions, garlic or other forbidden foodstuffs. - Bhagwan Swaminarayan (Shikshapatri)

ઘણા લોકો ડુંગળી અને લસણનું સેવન ધાર્મિક માન્યતાને કારણે નથી કરતા, જેમાં પહેલા ના બ્રામ્હણો જે આજે પણ નથી ખાતા ડુંગળી લસણ પણ હવે વૈષ્ણવ, સ્વામિનારાયણ, જૈન ખાસ આ નિયમ ને પણ મહત્વ આપી ને નથી ખાતા ડુંગળી લસણ. આ નહિ ખાવા માં ધાર્મિક અને આની પાછળનું વજ્ઞાનિક કારણ પણ છે. ચાલો આજે આ બાબત સાથે સંકળાયેલ તમામ બાબતોને જાણવાનો તથા સમજવાનો પ્રયત્ન કરીએ. આયુર્વેદ મુજબ ખાદ્યપદાર્થોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે, – સાત્વિક , રાજસિ, અને તામસી એટલે કે અનુક્રમે ભલાઈ, ઝનૂની અને અજ્ઞાન ગુસ્સો વધારતા ખોરાક. આ એક સામાન્ય માનસિકતા સ્થિતિ છે. જેને જુદા જુદા પ્રકારમાં વહેંચવામાં આવે છે. સત્વા : શાંતિ, સંયમ,પવિત્રતા અને મનની શાંતિ જેવા ગુણ. રાજસ : તોફાની અને આનંદ જેવા ગુણ. તામસ : ગુસ્સો, જનુન, અહંકાર, અજ્ઞાન અને વિનાશ જેવા ગુણ.


ડુંગળી અને લસણ તથા અન્ય એલીએશસ (લસણ) ઝાડો ને રાજસી અને તામસી રૂપમાં વહેંચવામાં આવ્યા છે. જેનો અર્થ એ થા કે આ જુનુન અને અજ્ઞાનતામાં વધારો કરે છે. અહિંસા હિન્દૂ ધર્મમાં કોઈ ની હત્યા (રોગના જંતુઓનો પણ) કરવાની મનાઈ છે કંદમૂળ લેતી વખતે ઘણા જીવો નું મૌત થાય છે. એટલે કે આ માન્યતાથી પણ ડુંગળી અને લસણ બ્રાહ્મણો માટે નિષેધ છે. ટલાક લોકોનું એવું પણ કહેવાને છે કે માંસ, ડુંગળી અને લસણનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી વ્યવહારમાં બદલાવ આવે છે. શાસ્ત્રો મુજબ ડુંગળી, લસણ અને મશૂરમ બ્રાહ્મણો માટે નિષેધ છે, કેમ કે સામાન્ય રીતે આ અશુદ્ધતા વધારે છે. અને અશુદ્ધ ખોરાકની યાદીમાં આવે છે. બ્રાહ્મણોને પવિત્રતા જાળવી રાખવાની જરૂર પડે છે, કેમ કે તે દેવતાઓની પૂજા કરે છે તેનાથી પ્રકૃતિ માં સાત્વિકતા આવે છે. સનાતન ધર્મ ના વૈદ શાસ્ત્રો મુજબ ડુંગળી અને લસણ જેવા શકભાજી કૂદરતી રીતે જ માનવીય લાગણીઓમાં બધા કરતા નીચી કક્ષાની લાગણીઓ જેમ કે જનુન, ઉત્તેજના અને અજ્ઞાનતા માં વધારો કરે છે. જે આધ્યાત્મિક રસ્તે ચાલવામાં તકલીફો ઉભી કરે છે. અને લોકોની ચેતનાઓ પ્રભાવિત થાય છે. એટલા માટે આનું સેવન ન કરવું જોઈએ. શિવપુરાણ માં કહ્યું છે કે ”શિવ ભક્તે દારુ,માંસ, લસણ ડુંગળી ના ખાવા” કુરાન માં કહ્યું છે ”જે ડુંગળી લસણ ખાય, તે અમારી મસ્જીદ માં નાં આવે” ઘણા લોકો ડુંગળી લસણ નાં ફાયદા માં કહે છે કે લસણ માં રહેલું એલીસીન દ્રવ્ય ટીબી નાં બેક્ટેરિયા ને અવરોધે છે. પરંતુ એની સામે શરીર નાં અત્યંત ઉપયોગી ઈ.કોલાઇ બેક્ટેરિયા જે શરીર માટે અત્યંત જરૂરી એવો વિટામીન બી ૧૨ આપે છે એની પર ડુંગળી લસણ થી ઘાતક અસર થાય છે. વિટામીન બી – ૧૨ આ એકજ બેક્ટેરિયા દ્વારા મળે છે. એક પ્રયોગઅનુસાર લસણ નો રસ નાના ઉંદરો ને પીવડાવવાથી તેમના જઠર ને ખુબ હાની થઇ હતી. જેમાંથી ઘણા મૃત્યુ પામ્યા અને જે બચ્યા તેમનું વજન ઘટી ગયું. કાચું લસણ વધારે માત્રા માં ઉંદરો ને ખવાડાવવા થી તેમના રક્તકણો ની સંખ્યા ઘટી ગઈ. આ વાતનું હવે ખુબ ઓછું મહત્વ છે, કેમ કે શહેરી જીવન માંતો જાતિ વ્યવસ્થા બિલકુલ નામશેષ થવાની તૈયારી માં છે અને ખુબ ઓછા લોકો આવા નિયમો પાળે છે. કેમ કે આજ ના જમાનામાં મોટાભાગના લોકો , ખાસકરીને યુવાપેઢી આને અંધવિશ્વાસ ગણાવે છે અને આ વર્તમાન જીવનશૈલી ના કારણે તેનું પાલન નથી કરી શકતા.

 Tamo-guna means a state of darkness, ignorance, anger and laziness. For example, when a person gets angry or is in deep sleep, they are not in complete control of themselves. Foods that increase or incite tamo-guna are known as tamsic. Onions and garlic are tamsic foods. They make people angry, hateful and lazy. They have a harmful effect on our spiritual progress, which is why they should not be taken.



જય સ્વામિનારાયણ.. 
Like and share to encourage us for making new posts.

Comments

Post a Comment

amazon

Popular Posts